Pincode shu batave che || પિનકોડ શું બતાવે છે ?

 પિનકોડ શું બતાવે છે ?

પિનકોડ... એટલે પોસ્ટલ પિનકોડ નએટલે તોયલ ઈંડેક્સ નંબર. ઇન્ડિયન પોસ્ટલ સિસ્ટમ માટે, આપની દરેક ટપાલને સાચા સરનામે પહોંચાડવા માટે પિન નક્કી કરાયાં છે. પિનકોડ છ અંકનો હોય છે. જેમાં સૌથી પહેલો અંક રિજિયોનલ નંબર હોય છે, બીજો અંક સબ રિજયોનલનો હોય છે, ત્રીજો અંક સોર્ટિંગ ડિસ્ટ્રિક્ટનો હોય છે અને ચોથો-પાંચમો-છઠ્ઠો એમ ત્રણ અંક સંબંધિત સ્થાનિક પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા હોય છે.

પિનકોડનો જન્મ ૧૫મી ઓગસ્ટ, ૧૯૦૨માં થયો હતો. આ નંબર એક રીતે તમારું સરનામું દર્શાવે છે. દા.ત. મારો પિનકોડ નંબર ૩૮૦૦૦૮ હોય તો તે નંબર અનુક્રમે ગુજરાત, અમદાવાદ, મણિનગરનું સ્થળ દર્શાવે છે 

તમારો પિનકોડ નં. ૩૯૫૦૦૪ હોય તો ગુજરાતના સુરતના કતારગામનું સ્થળ સૂચવે છે. બહારથી અંદરની તરફ જતાં સરનામાને સૂચવતો પિનકોડ નંબર રાજ્ય, શહેર, ગામનું સૂચન કરે છે. ભારત દેશના રાજ્યોમાં


આ પ્રમાણે પિનકોડ નંબર સૂચવાયેલાં છે


11-દિલ્હી, 


12 13-હરિયાણા, 


14-16-પંજાબ,


17-હિમાચલ પ્રદેશ, 


18-19-જમ્મુ કાશ્મીર, 


20-28-ઉત્તરપ્રદેશ, 


30-34-રાજસ્થાન, 


36-39 ગુજરાત,


40-44-મહારાષ્ટ્ર,


45 - 48 - મધ્યપ્રદેશ


49 - છત્તીસગઢ ,


50-53-આંધ્રપ્રદેશ,


50-53 - તેલંગાણા, 


56-59-કર્ણાટક,


60-64-તામિલનાડુ,


67-69 કેરળ, 


૬૮૨-લક્ષદ્વિપ,


70-74 વેસ્ટ બંગાળ, 


744-આંદામાન નિકોબાર,


75-77-ઓરિસ્સા,


78-આસામ, 


79-અરૂણાચલ પ્રદેશ,


79-મણિપુર, 


79-મેઘાલય, 


79-મિઝોરમ, 


79-નાગાલેન્ડ, 


79 ત્રિપુરા, 


80-85-બિહાર, 


80-83-92-ઝારખંડ... 


આમ, આ રાજ્યોના રિજયોનલ નંબર છે. શરૂઆતના નંબર પરથી તે નંબર કયા રાજ્યનો છે. તેનો ખ્યાલ આવી જશે. હવે, તો મોબાઈલ એપ પણ નીકળે છે કે જે સ્થળનું નામ લખતાં તેનો પિન કોડ બતાવશે અને પિનકોડ લખતાં જે-તે સ્થળ બતાવશે.

Post a Comment

0 Comments