દાલ કબાબ
આ કબાબ બહુ સ્વાદિષ્ટ બને છે, અને એને તમે કોઈ પાર્ટી માં કે ફૂલ ડીશ માં પણ સર્વ કરી સકો છો. ચટપટા એવા સ્વાદ માં લગભગ દરેક ઉંમરની વ્યક્તિ ને પસંદ આવશે એવી વાનગી છે.
દાલ કબાબ બનાવવાની સામગ્રી👇👇
● ૧ કપ બાફેલી તુવેર ની દાળ
● ૧ બાફીને મેષ કરેલું બટાકુ
● ૧/૪ કપ તાજા બ્રેડ ક્રંબ
● ૭-૮ પાન ફુદીનો
● સંચળ પાવડર
● ચાટ મસાલો
● ૧ ચમચી ધાણા પાઉડર
● ૨ સમારેલા લીલાં મરચાં
● ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
● ૧ ચમચી આદુ ની પેસ્ટ
● ૧ લીંબુ નો રસ
● ૧/૨ ચમચી ગરમ મસાલો
● ૨ ચમચી કોર્ન ફ્લોર
● મીઠુ સ્વાદ અનુસાર
● ૨ ચમચી કોથમીર
દાલ કબાબ બનાવવા નીચેના સ્ટેપ Follow કરો
👉 સૌ પ્રથમ બાફેલી તુવેર દાળ ને એક પેન માં લઈ થોડી વાર સાંતળી લેવી જેથી એમાં રહેલો પાણી નો ભાગ બળી જાય.
👉 હવે એને એક વાસણ માં લઈ એમાં બટાકા ઉમેરો, એમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો. ફુદીનો ઉમેરી લો, જોયતા પ્રમાણ માં બ્રેડ ક્રંબ ઉમેરી મિક્સ કરી લો. લીંબુ નો રસ અને મીઠું તથા કોથમીર ઉમેરી મિશ્રણ તયાર કરી લો.
👉 હવે કોર્ન ફ્લોર ને ૧/૪ કપ પાણી માં મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો, તૈયાર કરેલા દાળ ના મિશ્રણ માંથી કબાબ નો આકાર આપી સ્લૂરી માં બોળી બ્રેડ ક્રંબ થી કોટ કરી લો.
👉 હવે ગરમ તેલ માં તળી લઈ ઉપર ચાટ મસાલો ભભરાવી દો. હવે એને સલાડ અને ચટણી સાથે પીરસો.
નોંધ: આ કબાબ માં કોલસા થી ધૃંગર આપો તો પણ સ્વાદ મસ્ત લાગે.
તુવેર ની દાળ માં પાણી વધુ હસે તો સાંતળવા માં સમય લાગશે.
ડુંગળી કે કેપ્સીકમ પણ ઉમેરી શકાય.
રેસીપી ગમે તો જણાવજો, નહિ ગમે તો પણ જણાવજો.

0 Comments