વિવિધ તત્વોનુ કાર્ય :-
1. નાઇટ્રોજન (N):-
- વાનસ્પતિક વૃધ્ધિ
- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
- હરિતકણના નિર્માણ માટે
2. ફોસ્ફોરસ (P):-
- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે
- ATP ના બંધારણમા
- થડના મજબુત વિકાસ માટે
- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ
3. પોટાશ (K):-
- ફળના વિકાસ માટે
- ફળની ગુણવત્તા માટે
- રોગ પ્રતિકારકતા વધારે છે
- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે
4. કેલ્શિયમ (Ca):-
- કોષના બંધારણમા
- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે
- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે
5. મેગ્નેશીયમ (Mg):-
- હરિતકણના બંધારણ માટે
- છોડના લીલાશ (રંગ) માટે
- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે
6. સલ્ફર (S):-
- એમિનો એસીડના નિર્માણ માટે
- હરિતકણના નિર્માણ માટે
- તેલની ટકાવારી વધારવા માટે
- છોડની રોગપ્રતિકારકતા વધારે છે
7. ઝિંક / જસત (Zn):-
- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે
- ફુલ અને ફળના વિકાસ માટે
- ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે
- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી
- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે
8. બોરોન (B):-
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.
9. કોપર / તાંબુ (Cu):-
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે
10. લોહતત્વ (Fe):-
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે
11. મેંગેનિઝ (Mn):-
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે
12. મોલિબ્ડેનમ (Mo):-
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે
13. નિકલ (Ni):-
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે
14. ક્લોરાઇડ (Cl):-
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
મિત્રો આપણે બધાં પોષક તત્ત્વો નાં કર્યો જોયા હવે આપણે એ સમજાય ગયું કે જો આપણી જમીન માં એમાંથી અકોય તત્ત્વ ઓછું હોયતો આપડે પુરતું ઉત્પાદન લય સકતા નથી અને ખુબજ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડેછે.
અત્યાર સુધી આપણે ફક્ત 3 પોષક તત્ત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ,અને પોટાશ ને જ મહત્ત્વ આપતા રહ્યા સે પરંતુ એના સિવાય બીજા 2 તત્ત્વો એવા સે કે જે કોઈ પણ પાક નાં ઉત્પાદન માં NPK જેટલું જ મહત્વ ધરાવે છે. અને એ 2 પોષક તત્ત્વો એટલે ચોથું મુખ્ય પોષક તત્વ સલ્ફર અને પાંચમુ ગૌણ તત્વ ઝિંક એટલે કે જસત.
જો જમીન માં સલ્ફર અને ઝિંક ની ઉણપ હોય તો બીજા ગમે તેટલા ખાતર નાખીએ કે બીજા ગમે તે ખરસા કરીએ પણ ઉત્પાદન વધારી સકતા નથી.
તો ચાલો જોઈએ કે સલ્ફર તથા ઝિંક નું આપડી જમીન તથા પાક ઉત્પાદન માં કેટલું મહત્વ છે.
સલ્ફર નું પાક ઉત્પાદનમાં માં મહત્વ:-
1) સલ્ફર નું મહત્વ બીજા બધા પોષક તત્ત્વો થી વધારે સે એવું કહી શકાય કેમ કે સલ્ફર જમીનનાં પી.એસ. ને મેઈનેન્ટન કરે છે. ( જો જમીન નો પી.એસ. આંક 7.5 થી વધારે હોયતો પાક કોઈ પણ પોષક તત્ત્વો એની જોયતી માત્રા માં જમીન માં હોવા છતાં લય સકતા નથી.) જ્યારે સલ્ફર પી.એસ. મેઈનટેન કરી ૬.૫ થી ૭.૫ સુધી કરેછે એટલે જમીન માં રહેલા બધાજ તત્વો પાકને ઉપલબ્ધ થાય છે.
એટલે જમીનમા નાખેલા ખાતર નો બગાડ થતો નથી પરીણામે ખાતર મા ખરચેલા નાણા નુ પુરતુ વળતર મળેછે.
૨) જમીન ને પોચી,ભરભરી તથા ઉપજાઉ બનાવે છે.
૩) તેલીબિયા ના પાકો જેવા કે મગફળી,સોયાબીન, રાયડો, એરંડા વગેરે માં તેલ ની ટકાવારી વધારે સે એટલે પાકનો વજન પણ વધેસે અને ગુંણવતા વધેસે તેથી પાક ના ભાવ પણ સારા મળી રહેશે.
૪) કઠોળ વર્ગના પાકો મા પ્રોટીન નુ પ્રમાણ વધારે છે. ચમક વધારે છે.
૫) ધાસચારા મા પ્રોટીન અને ફાઇબર તથા સ્ટાચૅ નુ પ્રમાણ વધારે છે તેથી પશુ આરોગ્ય માટે ગુણકારી છે. તથા પશુ દ્વારા ચારા નો બગાડ થતો નથી.
૬) સલ્ફર એ સારું તથા અસરકારક ફુગનાશક પણ છે તેથી જમીન મા ફુગ નો ઉપદ્રવ પણ નથી થતો પરીણામે ફુગનાશક દવા નો ખર્ચ ઓછો થાય છે અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
૭) કુલ ઉત્પાદનમાં ૨૫ થી ૩૫ ટકા જેટલો વધારો થાય છે.
પાક ઉત્પાદનમાં ઝીંક ( જસત) નુ મહત્વ :-
૧) ઝીંક વગર વધુ ઉત્પાદન શક્ય નથી.
૨) છોડની બધીજ અવસ્થામાં ઝીંક ની જરૂરીયાત પડે છે.
૩) છોડ ઉગતાની સાથે મૂળના બંધારણ થી લઈને બીજ ના બંધારણ સુધી છોડ ને જીવન ચક્ર પુરૂ કરવા માટે ના વિવિધ તબક્કામાં ઝીંક ની ખુબ જરૂરી આવશ્યક તા રહેલી છે.
જેમ કે,,,,,,,
- છોડ મા ખોરાક ના પરીવહન માટે,
- મૂળ,થડ, ડાળી તથા પાંદડા ના બંધારણ માટે.
- પરાગનયન ની ક્રિયા માટે.( Pollination)
- બીજ ના બંધારણ માટે.
પાંદડા દ્ધારા હરીતકણો ની મદદથી પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દ્ધારા ખોરાક બનવાની જે ક્રિયા થાય છે તેમા હરીતકણો ના બંધારણ માટે ઝીંક ની જરૂરીયાત પડે છે તેથી ઝીંક ની જરૂરીયાત પાંદડા બનવા માટે ખુબ જ જરૂરી છે.
- છોડની વૃદ્ધિ, વિકાસ તથા લીલવણી મા ઝીંક ની મોટા પ્રમાણમાં જરૂરીયાત પડે છે.
- ઝીંક ની ઉણપ થી છોડ ઠીંગણા રહી જાય છે તથા પાંદડા પીળા પડી ખરી જાય છે.તેથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
- જમીન માં ઝીંક ની ઉણપ હોવાથી પાક મા પણ ઝીંક ની ઉણપ રહેશે તેથી માનવ શરીરમાં પણ ઝીંક ની ઉણપ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે એટલે માણસ ખાસ કરીને નાના બાળકો શરીરમાં ઝીંક ની ઉણપ ના લીધે ધણા અસાધ્ય રોગોનો શિકાર બને છે.
ચોક્કસથી આપણને પાક ઉત્પાદનમાં સલ્ફર અને ઝીંક નુ શું મહત્વ છે તે સમજાયું ગયુ છે.
ભારત સરકાર તથા ગુજરાત સરકાર ના રીપોર્ટ મુજબ ભારતની તથા ગુજરાતની ૯૦ ટકા જમીનમાં સલ્ફર અને ઝીંક ની ઉણપ રહેલી છે.
તેથી દરેક ખેડૂત મીત્રો ને વિનંતી છે કે દરેક પાકમાં ઝીંક અને સલ્ફર અવશ્ય વાપરવુ જેથી કરીને ઉત્પાદનમાં વધારો થાય અને આપણે સમૃધ્ધ બની શકીએ.
0 Comments