સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) કાર્યરત છે. શાળાની યાદી www.esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ધો.9, 10 અને 12 માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalyan.gujarat.gov.in પર તા.9/5/2022 થી તા.10/06/2022 સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.
>> આદર્શ નિવાસી શાળાઓમાં ધો.9, 10 અને 12 માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
>> જે-તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધો.9, ધો.10 અને ધો.11 ના જુના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં તેઓને ધો.10, ધો.11 અને ધો.12 માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ જગ્યા ખાલી હશે તો જ ધો.9, 10 અને ધો.12 માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
>> ધો.10 ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ ધ્વારા માર્કશીટ ઈશ્યુ કર્યા બાદ ધોરણ-11 માં પ્રવેશ માટે પોર્ટલ ખોલવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થી ધો.11 માં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે.
>> પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા 50% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
>> કન્યાઓના કિસ્સામાં 45% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
>> અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત વિચરતી વિમુકત જાતિના બાળકો તેમજ અપંગ વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અરજી કરી શક્શે.
>> વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/- સુધીની હોય તેઓ અરજી કરી શક્શે.
>> આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 60%, આર્થિક રીતે પછાત વર્ગ માટે 15%, અનુસૂચિત જાતિ માટે 12.5%, અને અનુસૂચિત જન જાતિ માટે 12.5% બેઠકો ફાળવવામાં આવે છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના 5% દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત/વિચરતી અને વિમુકત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના 10% પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
■ જાહેર વાંચવા અહીં ક્લિક કરો
■ શાળાઓનું લિસ્ટ - ૧ જોવા અહીં ક્લિક કરો
■ શાળાઓનું લિસ્ટ - ૨ જોવા અહીં ક્લિક કરો
■ ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
>> આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો www.esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
>> સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
0 Comments