Dayabitis Niyantran | ડાયાબિટીસ નિયંત્રણ


ડુંગળી બ્લડ સુગર નિયંત્રિત કરી ડાયાબિટીસ અંકુશમાં લે છે : અભ્યાસ

સંશોધકોએ તાજેતરમાં જ જણાવ્યું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ડાયાબિટીસ વિશ્વમાં લોકોના મૃત્યુ માટે સાતમા ક્રમનું સૌથી મોટું કારણ બની રહે તેવી સંભાવના છે. ડાયાબિટીસ હકીકતે એક ચયાપચય અવ્યવસ્થિત થવાના કારણે છે. આ કિસ્સામાં લોહીમાં સુગર લેવલ સામાન્ય કરતાં વધુ કે પછી ઓછું રહે છે. વિશ્વભરમાં હાલમાં ૪૨.૫ કરોડ લોકો ડાયાબિટીસથી પ્રભાવિત છે. ડાયાબિટીસને કારણે મેદસ્વિતા, કિડની ફેલ્યોર કે હૃદય સંબંધી બીમારીઓ થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીને સામાન્યપણે યોગ્ય આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. 

ફાઇબરથી ભરપૂર આહાર લેવા કહેવામાં આવે છે. અનેક સંશોધનમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે ડુંગળીમાં ઉપલબ્ધ એન્ટિઓક્સિડેન્ટ બ્લડ ગ્લુકોઝને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ડો. ભારત બી.અગરવાલનું એક પુસ્તક હિલિંગ સ્પાઇસિઝમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. ડુંગળીનો લો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ૧૦ હોય છે. અર્થાત તે લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફૂડ છે. 

કાચી ડુંગળી કે લીલી ડુંગળી ફાઇબરથી ભરપૂર હોય છે. ફાઇબર તૂટીને પચવામાં સમય લે છે. તેને કારણે લોહીમાં ધીમી ગતિએ સુગર બને છે. ફાઇબર મળને પણ કડક કરે છે. તેને કારણે કબજિયાતમાં રાહત મળે છે. જો કે ડાયાબિટીસના દર્દીઓમાં કબજિયાત સામાન્ય ઘટના છે. ડુંગળી એક લો કાર્બોહાઇડ્રેટ ફૂડ છે. ૧૦૦ ગ્રામ લાલ ડુંગળીમાં માત્ર ૮ ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. કાર્બસ પચવામાં સરળ હોવાથી લોહીમાં સુગરના પ્રમાણને ઝડપથી વધારે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીને લો કાર્બસ ફૂડ લેવા સલાહ આપવામાં આવે છે. તેને કારણે વજન ઉતારવામાં મદદ મળે છે.

સોર્સ : સંદેશ ન્યૂઝ પેપર

Post a Comment

0 Comments