રમતની રીત - આ રમત સાપ સીડી જેવી છે જે પાસાની મદદથી રમવી. આ રમત ચાર બાળકો રમી શકશે. જે કૂકરી, બટન, પથ્થરથી રમી શકાશે આ રમતમાં ૧ થી શરુ કરી ૧૦૦ સુધી તીરની નિશાની મુજબ પાલતું પ્રાણીનું ચિત્ર હોય તો ઉપર જવું જંગલી પ્રાણીનું ચિત્ર હોય તો નીચે આવવું, જ્યાં ચિત્ર છે ત્યાં ખૂટતા અંક બોલતા જવું આ રીતે રમત રમવી.જે પહેલા ૧૦૦ સુધી પહોચે તે વિજેતા ગણાશે ..
આ રમત રમવાથી થતા ફાયદા
(૧) આ રમતથી બાળકો રમતા રમતા ૧ થી ૧૦૦ સંખ્યાજ્ઞાન શીખશે.
(૨) આ રમતથી બાળકો જંગલી અને પાલતું પ્રાણીઓને ઓળખશે
(૩) આ રમતથી બાળકો જંગલી અને પાલતું પ્રાણીઓનું વર્ગીકરણ કરતા શીખશે.
(૪) આ રમતથી બાળકો જંગલી અને પાલતું પ્રાણીઓના વાક્ય બનાવતા શીખશે.
➤ રમત એક : ડાઉનલોડ
➤ રમત બે : ડાઉનલોડ
➤ રમત ત્રણ : ડાઉનલોડ
➤ રમત ચાર : ડાઉનલોડ
➤ રમત પાંચ : ડાઉનલોડ
આ રમત ત્રણ રીતે રમી શકાય છે
રીત >> ૧ : ૧ થી શરુ કરવી જે ચિત્રનો મૂળાક્ષર અને ખૂટતો અંક લખવો
ઉદાહરણ : ૩ - ગણપતિ નો ગ અને ૧૦૦ સુધી પહોચતા ખૂટતા અંક અને મૂળાક્ષર લખતા જવું . જે બાળક વધારે મૂળાક્ષર લખે તે વિજેતા ગણાય .
રીત >> ૨ : ૧ થી શરુ કરવી જે ચિત્ર હોય તેનું નામ લખવું
ઉદાહરણ : ખૂટતો અંક ૩ - શબ્દ ગણપતિ અને ૧૦૦ સુધી પહોચતા ખૂટતા અંક અને ચિત્ર પરથી શબ્દ લખતા જવું . જે બાળક વધારે શબ્દો લખે તે વિજેતા ગણાય.
રીત >> ૩ : ચિત્ર હોય તેના પરથી વાક્ય બનાવવું
ઉદાહરણ : ૩ - ગણપતિ પાસે ઉદર છે.અને ૧૦૦ સુધી પહોચતા ખૂટતા અંક અને વાક્ય બોલવા કે લખતા જવું . જે બાળક વધારે વાક્ય લખે તે વિજેતા ગણાય .
નોંધ : આ રમત રમતી વખતે નોટ-પેન કે સ્લેટ પેન સાથે રાખવી
0 Comments