ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્જન અંગો કહે છે. ઉત્સર્જન અંગોથી રચાતા તંત્રને ઉત્સર્જનતંત્ર કહે છે.
નીચે મુજબ ઉત્સર્જનતંત્રના ચાર મુખ્ય અંગો છે
(1) મૂત્રપિંડ (Kidney)
(2) મૂત્રવાહિની (Ureter)
(3) મૂત્રાશય (Urinary Bladder)
(4) મૂત્રમાર્ગ (Urethra)
મૂત્રપિંડ (કિડની - Kidney)
>> મનુષ્યના શરીરમાં બે મૂત્રપિંડ (કિડની) આવેલાં હોય છે.
>> મૂત્રપિંડનો આકાર વાલના દાણા જેવો હોય છે, તે ઘેરો કથ્થાઈ રંગના હોય છે.
>> પુપ્તવયની વ્યક્તિમાં પ્રત્યેક કિડની 4 થી 5 ઈંચ લાંબી, 2 ઈંચ પહોળી અને વજન લગભગ 140 ગ્રામ હોય છે.
>> જો મૂત્રપિંડનો ઊભો છેદ લેવામાં આવે તો બહારનો ભાગ કોર્ટેક્ષ (Cortex) અને અંદરનો ભાગ મેહુલા (Medulla) કહેવાય છે.
>> પ્રત્યેક મૂત્રપિંડમાં ગૂંચળામય નલિકાઓ હોય છે, જેને “ઉત્સર્ગ એકમ” (Nephron) કહે છે. દરેક મૂત્રપિંડમાં લગભગ 10 લાખ ઉત્સર્ગ એકમો હોય છે.
>> આ ઉત્સર્ગ એકમો દ્વારા રુધિર (લોહી)ના ગાળણની ક્રિયા થાય છે. રુધિર તેની સાથે નકામા દ્રવ્યોને મૂત્રપિંડ ધમનીઓ દ્વારા મૂત્રપિંડમાં લાવે છે. આ ગાળણ ઉત્સર્ગ એકમના નલિકામય ભાગોના અવકાશમાંથી પસાર થાય છે. આ દ્વારા ઉત્સર્ગ ઘટકોની આસપાસથી પાણી, એમિનો એસિડ, ખનીજ આયનો જેવાં ઉપયોગી પદાર્થો રુધિરકોશિઓ દ્વારા પુનઃશોષણ પામે છે. બાકીનું પ્રવાહી ઉત્સર્ગ પદાર્થો જ ધરાવે છે, જેને મૂત્ર કહે છે. જે વ્યક્તિની કિડની યોગ્ય રીતે કાર્ય કરતી ના હોય તેના
>> લોહી ગાળવાની ક્રિયા “ડાયાલિસીસ” ની પ્રક્રિયાથી થાય છે.
મુત્રવાહિની (Ureter)
>> બંને મૂત્રપિંડ (Kidney) માંથી નીકળતી નલિકાઓ મૂત્રવાહિનીને મળે છે. મૂત્રવાહિની મૂત્રપિંડ (Kidney) અને મૂત્રાશય (Urinary Bladder) ને જોડે છે.
>> મૂત્રવાહિનીનું મુખ્ય કાર્ય મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશયમાં લઈ જવાનું છે.
મૂત્રાશય (Urinary Bladder)
>> મૂત્રપિંડ (Kidney) માંથી નીકળતી મૂત્રવાહિની (Ureter) તેના બીજા છેડે જે કોથળીમય રચનામાં ખૂલે છે, તેને “મૂત્રાશય’” (Urinary Bladder) કહે છે.
>> મૂત્રાશયનું મુખ્ય કાર્ય મૂત્રવાહિનીઓમાંથી આવતા મૂત્રને એકઠું (સંગ્રહ) કરવાનું છે. અહીં થોડો સમય મૂત્રનો સંગ્રહ થાય છે.
મૂત્ર માર્ગ (Urethra)
>> જયારે મૂત્રાશય મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તે સંકોચન પામે છે અને મૂત્રનો શરીરની બહાર નિકાલ થાય છે. આ નિકાલ (મૂત્રનો ત્યાગ) મૂત્રમાર્ગે કરવામાં આવે છે.
>> મૂત્રમાં યુરિયા, યુરિક એસિડ, એમોનિયા જેવા નકામા નાઈટ્રોજનયુક્ત પદાર્થો તથા પાણી હોય છે. આવા પદાર્થો શરીરમાં લાંબા સમય સુધી રહે તો શરીર માટે નુકસાનકારક બને છે. આથી કુદરતી આવેગો (મળમૂત્ર)ને રોકવા જોઈએ નહિં.
>> મૂત્રપિંડની સક્રિયતા તેમજ ઉત્સર્જનતંત્રને સુવ્યસ્થિત રાખવા માટે મનુષ્યે દરરોજ 4 થી 5 લિટર પાણી પીવું જોઈએ.
>> ગુટખા, તમાકુ તથા નશીલા પદાર્થોના સેવનથી યકૃત (Liver) તથા મૂત્રપિંડ (Kidney) ની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે.
0 Comments