અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ/ટીડીઓ ખાતાની માટે નીચે જણાવેલ જગ્યાની પસંદગી/પ્રતિક્ષાયાદી બનાવવા માટે નિયત લાયકાત ધરાવતાં તમામ જાતિના ઉમેદવારો પાસેથી તા..૨૮/૦૭/૨૦૨૨ ના રોજ સાંજના ૫.૩૦ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ : સહાયક સર્વેયર
જગ્યાની સંખ્યા : ૫૪ (૨૫ બિન-અનામત, ૦૫ આ.ન.વ., ૧૪ સા.શૈ.પ.વ, ૦૩ અનુ.જાતિ, ૦૭ અનુ.જનજાતિ)
લાયકાત : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી, અથવા ડીપ્લોમા સિવિલ એન્જીનીયર
અનુભવ : ડી.આઇ.એલ.આર. મ્યુનિસિપલ કોર્પોરેશન કે તેની સમકક્ષ અન્ય સંસ્થાનો અભ્યાસ કર્યા પછીનો બે વર્ષનો સર્વેયર તરીકેનો અનુભવ
પગાર ધોરણ : હાલ ફીક્સ વેતન રૂ. ૧૯૯૫૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ લેવલ -૪, પે મેટ્રીક્સ ૨૫૫૦૦ - ૮૧૧૦૦ + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
વય મર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહીં કે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનમાં નોકરી કરતા હોય.
ઓફિશિયલ જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સુચનાઓ
>> સ્ટે. કમિટિ ઠરાવ ક્રમાંક: ૬૭૦ તા.૨૦/૦૯/૨૦૧૮ અનુસાર બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૧૧૨/- (અંકે રૂપિયા એકસો બાર પૂરા) ઓનલાઈન અરજી કરતાં સમયે ચૂકવવાના રહેશે.
>> ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલમાં (પ્રમાણિત નકલો સહિત) રજૂ કરવાના રહેશે. ચકાસણી દરમ્યાન ઓનલાઇન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ્દબાતલ ગણવામાં આવશે.
>> ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ Upload કરેલ હોય, તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા (લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ / વિગેરે) સમયે તેવો જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે.
>> કોઇપણ ઉમેદવાર એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો તેઓની અરજી / અરજીઓ રદ્દ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.
>> ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે.

0 Comments