ગુજરાતી સુવિચાર | ટૂંકા સુવિચાર | સારા સુવિચાર | જીવન સુવિચાર | સુવિચાર નવા | જ્ઞાન સુવિચાર

ગુજરાતી સુવિચાર

(૧) દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ સમજાય છે...!
      જુઓ ને...!!
      વાતાવરણ માંથી મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો
વેચાય છે...!!


(૨) ''સરસ છે " કહીને અટકે નહીં ને
      "અમારે શું " કહીને છટકે નહીં.....
      તે જ સાચો સ્નેહી.!

(૩) વાહન વ્યવહાર  હોય કે,, 
      જીવન વ્યવહાર
      આંખો મીંચી ને દોડે તેને
      અકસ્માત નડે જ ....

(૪) વર્તમાન સમયની બે મોટી ભ્રમણાઓ..
     મારે કોઇની જરૂર નથી.!
      - અહમ 
     બઘાને મારી જરૂર છે.!
      - વહેમ

(૫) સામેવાળો સુખી હોય
     તો આમંત્રણ વગર જાવું નહીં
     અને દુ:ખી હોય તો નિમંત્રણ
     ની વાટ જોવી નહી…

ટૂંકા સુવિચાર 

ટૂંકા સુવિચાર


(૧) વ્હાલ...વરસાદ....અને વિચાર...
      જો સમયસર આવે, તો જ કામના..

(૨) હજારો પ્રશ્ન છે જિંદગીના 
      પણ જવાબ એક જ છે, 
           "થઈ જશે.."

(૩) સાયકલ અને જિંદગી ત્યારે જ
      સરખી ચાલે જ્યારે તેમાં ચેન હોય...

(૪) મતલબ નો મેલ લૂંછી ને સૌ સૌના રસ્તે ભાગે..!!
      સંબંધ તો બસ મને એક પગલુછણીયું લાગે...

(૫) તમારું મન તમારું હથિયાર છે,
      એના માલિક બનતા શીખો ગુલામ નહીં...


સારા સુવિચાર

(૧) બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે,
      એ તમારો ભ્રમ છે...
      મન પ્રસન્ન રાખો બધાં  દુ:ખ દૂર થઈ જશે!
      એ હકીકત છે...

(૨) "હેતુ" વિના બંધાયેલ સબંધનો
      "સેતુ" ખુબ જ મજબુત હોય છે.

(૩) કોણે   કહ્યું  કે  નસીબ  વિના  કામ   બધા  આડા   પડે,
      પ્રયત્નના   અંતે   તો   ધોધ   નીચેના  પત્થરમાં  પણ  ખાડા  પડે,
      બસ  નક્કી  કર  તું  કોઈ  ના  સહારે  ના  રહે,
      પછી  તું  જ  આગળ  વધે  ને  ઘડિયાળના  કાંટા  પણ  મોડા   પડે...

(૪) ચાલશે... ફાવશે... ભાવશે... ગમશે...
     આ ચાર સૂત્રો ને જીવન માં ઉતારી લ્યો,
     જીવન માં તમે ક્યારેય દુ:ખી નહિ થાવ...!!!

(૫) જિતવી છે દુનિયા બસ એક 
      મિત્ર ની રાહ જોઉ છુ, મળે છે સુદામા ઘણા
      પણ હુ કર્ણ ની રાહ જોઉ છુ..!!


જીવન સુવિચાર


(૧) ભેગુ એની પાસે જ થાય છે જે વહેચી શકે છે,
      એ પછી પ્રેમ હોય,
      એ પછી ભોજન હોય,
      એ પછી સુખ હોય,
      કે પછી માન-સન્માન હોય.

(૨) રાખો ભરોસો તમે ખુદ પર
      શાને શોધો છો ફરિશ્તાઓ..? 
      પક્ષી પાસે ક્યાં હોય છે...
      નકશાઓ તોય શોધી લે છે રસ્તાઓ ..

(૩) ડોકટર ની દવા કરતા વધારે અસરકારક છે,
     તમારા સ્વજન દ્વારા કહેલું વાક્ય
              #ચિંતા_ન_કર_હું_છું_ને
      અત્યાર ના કપરા સમયમાં જરૂર પડે તો
      તમારા સ્વજન ને એક વખત જરૂર કહેજો..!!

(૪) સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
                        અને 
     નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

(૫) દરેક ને ખુશ રાખવા માટે આપણો સ્વભાવ
      થિયેટર ના સ્ક્રીન જેવો હોવો જોઈએ
      જે સફેદ હોવા છતાં તમામ
      રંગો ને સ્વીકારે છે...!!!


Post a Comment

0 Comments