સમાનાર્થી શબ્દો

મેહુલો - મેહ, વરસાદ 

પાય - પગ, ચરણ 

વેણું - વાંસળી 

તાલ - કાંસીજાડ 

દાદુર - દેડકો 

બપૈયો - ચાતક 

શ્રેય - કલ્યાણ, હિત 

ઉદ્ધત - નિરંકુશ 

લાંચ - રિશ્વત 

અધિકાર - હક 

પક્ષપાત - તરફદારી 

વેળા - સમય 

પલટો - પરિવર્તન 

બેમત - મતભેદ 

અરસો - મુદત 

ઢોરો - ટેકરો 

ભોંઠપ - શરમ 

ખોખલો - વૃદ્ધ 

ગળિયો - નબળો 

આખલો - સાંઢ 

ચક્ર - પૈડું 

વિસાત - કિંમત 

કાંચન - સોનું 

ગેરુ - ભગવો 

નૃપાલ - રાજા 

ભિખ્ખુ - સાધુ 

મઠ - આશ્રમ 

અધિપતિ - ઉપરી 

જનની - માતા 

અમી - અમૃત 

હીર - રેશમ 

દોહ્યલું - દુર્લભ 

ઉર - હૃદય 

વ્યોમ - આકાશ 

નેમ - ટેક 

શિફારસ - ભલામણ 

સખા - મિત્ર 

નભ - આકાશ 

કુસુમ - ફૂલ 

રક્ત - લોહી 

ભરતી - જુવાળ 

અગ્રિમ - આગળ 

રજની - રાત્રિ 

ભ્રમર - ભમરો 

ખપ - જરૂર, ઉપયોગ 

સદા - હંમેશા 

ઘોઘો - મૂર્ખ 

કૌતુક - કુતૂહલ 

સુરભિત - સુવાસિત 

પુલકિત - રોમાંચિત 

ચીર - વ† 

નિજ - પોતાનું 

ઊર્મિ - તરંગ, મોજું 

સનાતન - શાશ્વત, નિત્ય 

કૂપ - કૂવો 

ગલેફ - ખોળ 

ફૂવડ - આળસુ 

આળ - આરોપ 

ગઢ - કોટ, કિલ્લો 

ગાફેલ - અસાવધ 

મૃતિકા - માટી 

પિંડ - શરીર 

અરવિંદ - કમળ 

બંદગી - પ્રાર્થના 

ઘામ - ઉકળાટ 

મીટ - નજર 

કિલકારી - શોરબકોર 

વૃશ્ચિક - વીંછી 

કેફ - નશો 

ચુપકીદી - મૌન, શાંતિ 

છટા - શોભા 

કેશ - વાળ 

ઓષ્ઠ - ઓઠ 

શબનમ - ઝાકળ 

હસ્ત - હાથ 

પાદત્રાણ - પગરખાં 

જર્જર - જીર્ણ 

તાંદુલ - પૌઆ (ચોખા) 

મબલખ - પુષ્કળ 

ડૂંડૂં - કણસલું 

લુખ્ખું - નીરસ 

શુષ્ક -સૂકું 

ધરા - ધરતી 

જાબન - યુવાની 

અવસર - પ્રસંગ 

દેવલોક - સ્વર્ગ 

ખૂબસૂરત - રૂપાળું 

રંજ - અફસોસ 

બહેરું - બધિર 

નામી - પ્રખ્યાત 

મુબારકબાદી - અભિનંદન 

પ્રતિકૃતિ - છબી 

ગ્લાનિ - દુઃખ 

ઉકેલ - નિરાકરણ 

હમદર્દી - સહાનુભૂતિ 

ચિતા - ચેહ 

વા - વાયરો, પવન 

શમણું - સપનું 

ઠામ - સ્થાન 

તરણું - તણખલું 

પરિમલ - સુગંધ 

વાસ - વસવાટ 

રાય - રાજા 

શૃંગ - શિખર 

કોકિલ - કોયલ 

અભિષેક - જલસિંચન 

પૃષ્ઠ - પીઠ 

આરાધના - પૂજા 

ઓળો - પડછાયો 

અનુભૂતિ - અનુભવ 

રાજા - નૃપ 

હૂંફ - ગરમાવો 

હિમ - બરફ 

કાય - શરીર 

પર્ણ - પાંદડું 

રસના - જીભ 

હૈયુ - ઉર, હૃદય 

મૂર્ખ - બેવકૂફ 

કામના - ઇચ્છા 

ભપકો - દેખાવ 

ઓટીવાળ - બેજવાબદાર 

ભાળ - પત્તો, ખબર 

અટકળ - અનુમાન 

કૃશ - દુબળું 

સંજાગ - પરિÂસ્થતિ 

ક્ષોભ - સંકોચ 

નિરાળો - જુદો 

મોજ - આનંદ 

તિમિર - અંધારું 

 પંડ - જાત 

ક્રાંતિ - ફેરફાર 

શૃખલા - સાંકળ 

પ્રેય - પ્રિય 

ઉદ્ધતાઈ - અવિનય 

નફ્ફટ - બેશરમ 

અરેરાટી - કમકમાટી 

કરપીણ - નિર્દય 

અઢળક - પુષ્કળ 

દર્ભ - દાભ 

દેવડી - ન્યાયાલય, ચબૂતરો 

મહેફિલ - ઉજાણી, મિજલસ 

શ્રીમંત - ધનિક 

મસ્ત - ચકચૂર 

ગુંજવું - ગણગણવું 

માજી - વૃદ્ધા 

તડામારી - ઉતાવળ 

કનક - સોનું 

ગહન - ઊંડું 

નૂર - તેજ 

ખડ - ઘાસ 

શશી - ચંદ્ર 

ભાનુ - સૂર્ય 

Post a Comment

0 Comments