Gujarat Na Nrutyo | ગુજરાતમાં નૃત્યો

🔹ટીપ્પણી નૃત્ય - ચોરવાડ અને વેરાવળ પંથકના મહેનત કરનાર લોકો પરિશ્રમને હળવો ફુલ બનાવવા માટે આ નૃત્ય કરે છે.

🔹જાગનૃત્ય - અમદાવાદમાં ઠાકોર જ્ઞાતિની યુવતિઓ માથે કુલ માંડવી લઈને માતાના મઢ રમે છે.

🔹હાલી નૃત્ય - સુરત અને તાપી જિલ્લાના આદિવાસીઓનું આ નૃત્ય છે.

🔹ભીલ નૃત્ય - પંચમહાલ જિલ્લાના ભીલોનું આ યુધ્ધનૃત્ય છે. જે પુરૂષો દ્વારા પગમાં ઘુઘરા બાંધીને કરવામાં આવે છે.

🔹દાંડિયા રાસ - હાથમાં દાંડીયા લઈને રાસ સાથે ગોળાકાર ફરીને આ નૃત્ય કરવામાં આવે છે.

🔹ગોફ ગુંથણ - સૌરાષ્ટ્રના કોળી તથા કણબીઓનો રાસ છે. જેમાં એક હાથમાં દોરીનો છેડો અને એક હાથમાં દાંડીયો પકડીને. પુરુષો રાસ રમે છે.

🔹રૂમાલ નૃત્ય - મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ લઈને આ નૃત્ય કરે છે.

🔹મેર નૃત્ય - હાથમાં મોટા જાડા દાંડીયા લઈને મેર લોકો પોતાનું ખમીર અને આકર્ષક બાહુબળ બતાવવા આ નૃત્ય કરે છે. જેમાં વીર રસ દેખાય છે.

🔹ધમાલ નૃત્ય - જાફરાબાદ પાસે જંબુસર ના મૂળ આફ્રિકન સીદીઓ આ નૃત્ય કરે છે.

🔹મેરાયો - બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરો આ નૃત્ય કરે છે. ઝંઝાળી નામના ઘાસમાંથી મેરાયો બનાવે છે. પછી મેળાના સ્થળે જઈને દ્વદ્વંયુધ્ધ તલવારથી કરે છે.

Post a Comment

0 Comments