NMMS Exam || NMMS પરીક્ષા શું છે ?

N.M.M.S. પરીક્ષા શું છે ?

N.M.M.S. પરીક્ષાએ શિક્ષણ મંત્રાલય તથા NCERT નવી દિલ્હી આયોજિત શિષ્યવૃત્તિ પરીક્ષા છે. જે દર વર્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા ધો. 8 માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ આપી શકે છે.


અભ્યાસક્રમ

>> ધોરણ- 7 ગણિત, વિજ્ઞાન, સા. વિજ્ઞાન (સંપૂર્ણ અભ્યાસક્રમ)

>> ધોરણ- 8 ગણિત, વિજ્ઞાન, સા. વિજ્ઞાન (પ્રથમ સત્ર અભ્યાસક્રમ)


પ્રશ્નપત્ર

>> પ્રશ્નપત્ર બે વિભાગમાં હોય છે.

>> વિભાગ-1 માનસિક યોગ્યતા કસોટી

>> વિભાગ-2 શાળાકીય યોગ્યતા કસોટી


પ્રશ્નપત્ર સ્વરૂપ

M.C.Q. પ્રકારના 180 પ્રશ્નો. જેના જવાબ 0.M.R. સીટમાં પુરવાના હોય છે.


ગુણભાર અને સમય

>> MAT 90 ગુણ 90 મિનિટ

>> SAT 90 ગુણ (ગણિત 20 ગુણ) (વિજ્ઞાન-ટેક. 35 ગુણ) (સા. વિજ્ઞાન 35 ગુણ) 90 મિનિટ કુલ 180 ગુણ સમય 3 કલાક


શિષ્યવૃત્તિ મેળવવા માટે યોગ્યતા

આ પરીક્ષામાં મેરીટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ જ શિષ્યવૃત્તિ મેળવવા પાત્રતા ધરાવે છે.


કેટલી શિષ્યવૃત્તિ મળે ?

આ પરીક્ષામાં મેરીટ પ્રાપ્ત કરનાર વિધાર્થીને ધો. 9 થી 12 ચાર વર્ષ સુધી દર વર્ષે રૂા. 12000/- લેખે કુલ 48000/- રૂ।. મળવાપાત્ર છે.


આવક મર્યાદા : વાલીની વાર્ષિક આવક 1,50,000 થી વધારે ન હોવી જોઇએ.


પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી અથવા અંગ્રેજી


પરીક્ષા ફી 

>> જનરલ અને બક્ષીપંચ વિદ્યાર્થીઓ માટે 70/- રૂપિયા

>> એસ.સી., એસ.ટી. અને દિવ્યાંગ વિધાર્થીઓ માટે 50/- રૂપિયા ' સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.


ખાસ નોંધ

(1) મેરીટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનું રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું હોવું જરૂરી છે.

(2) વિદ્યાર્થીઓ ધો. 9 થી 12 સરકારી/ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે.

(3) વિધાર્થીનું નામ આધાર ડાયસ, બેંક પાસબુક અને આધાર કાર્ડમાં એક સરખું હોવું જરૂરી છે. 

Post a Comment

0 Comments