કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો પરિચય

ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ 21-8-1892માં ભાવનગરમાં રાવસાહેબ મહાશંકરને ત્યાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂર્ણ કેરી, મુંબઈની સર જે, જે, સ્કૂલ ઓફ આર્ટમાં દાખલ થયા. ઈ.સ. 1916માં અંતિમ પરીક્ષામાં શ્રેષ્ઠ વિધાર્થી તરીકેનો મેયો ચંતક મળ્યો. બીજે જ વર્ષ બોમ્બે આર્ટ સોસાયટીનો દુર્લભ ગણાતો સુવર્ણચંદ્રક શ્રેષ્ઠ ચિત્ર ‘બિલ્વમંગલ’ માટે મળ્યો.

કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો પરિચય


એ સમયે મુંબઈમાં યુરોપના ધોરણે અને બંગાળમાં નૂતન કલાનો અભ્યુદયના દર્શન કરાવતી કલાને વિકસાવવાનું કામ શ્રી અનિન્દ્રનાથ ટાગોરે કર્યું. ત્યારે ગુજરાતમાં કલાપ્રવૃત્તિ માટે કલાકાર એ સમાજનું એક મહત્ત્વનું અંગ છે. કલા એ જીવનને પોષક છે એવું સ્થાપિત કરવા અને ગુજરાતને ક્લા પ્રવૃત્તિઓમાં રસ લેતું કરવા ઈ.સ. 1919માં રવિશંકર રાવળે પોતાના ઘર-આંગણે 'ગુરુકુલ' શરૂ કરીને ક્લાશિક્ષણ આપવાનું શરૂ કર્યું. ઈ.સ. 1935મો ગુજરાત કલાસંઘની સ્થાપના કરી. ભારતીય કલાની વિવિધ કૃતિઓ ગુજરાતના ઘેર ઘેર સુધી પહોંચે અને કલાના સંસ્કાર ગુજરાતમાં વિકસે તે માટે, તેમણે ઈ.સ. 1924માં 'માર' માસિકનું નિર્માણ કર્યું, જે આજપર્યંત ચાલુ છે. બીજા સામયિક દ્વારા કલા વિષષક લખાણો અને કલા વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં. અજન્ટાના કલામંડપો', ક્લાચિંતન, કલાકારની સંસ્કારપાત્રો અને આત્મકથાનક જેવા પુસ્તકો પણ લખ્યા


ઈ.સ. 1936માં જાપાનના ત્રણ માસનો પ્રવાસ, ઈ.સ. 1953માં રશિયાની કલા-પ્રવૃત્તિઓનો અભ્યાસ અને પ્રવાસ, ઈ.સ. 1965 ‘સોવિયેત લેન્ડ' નહેરુ એવોર્ડ, ઈ.સ. 1965 ભારત સરકાર તરફથી પદ્મશ્રી', ઈ. સ. 1970માં કેન્દ્રીય લલિતકલા અકાદમી તેથી ‘ફેલોશિપ' ઍવોર્ડ તથા તામ્રપત્ર એનાયત થયા, ગુજરાત લિલત ક્લા અકાદમી, માર્ટ ગેલેરીનો શિલારોપણવિધિ એમના હસ્તે ઇ.સ. 1976માં થયો અને બહુમાન થયું.


તેમનાં જાણીતાં ચિત્રોમાં ચંદ્ર કુમુદ, નરિસંહ મહેતા, મીરાંબાઈ, પ્રેમાનંદ, કવિન્યા, ચાંદાપોળી, બિલ્વમંગલ, યમનચિકેતા હેમચંદ્રાચાર્ય, મુંજાલ, અખો અને કનૈયાલાલ મુનશીની પાત્રસૃષ્ટિનાં ચિત્રો ખૂબ જ પ્રશંસા પામ્યાં છે. એમની સ્મૃતિમાં અમદાવાદમાં આવેલી લલિતકલા અકાદમીની ગેલેરીનું નામ શ્રી રવિશંકર રાવળ આર્ટ ગેલેરી નામ આપ્યું, તેમનું અવસાન 9 ડિસેમ્બર, 1977ના રોજ થયુ. 

Post a Comment

0 Comments