મોટીવેશન સ્ટોરી

motivational Story In Gujarati

ગઈકાલે રાત્રે પાટણથી પરત ફરતી વખતે કમલીવડા નજીક સી.એન. જી. ભરાવવા જવાનું થયું. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ ચાલતી હોવાથી લગભગ બધા જ લોકો એમાં મસગુલ હતા, તે દરમિયાન એક વિદ્યાર્થી પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. થોડોક સમય એની સાથે મે વાત કરી પોતાના માતા - પિતા ખેતી કરે છે. જમીન ભાગથી વાવવા રાખી છે. વીજળીની ત્યાં વ્યવસ્થા નથી. સ્કૂલમાં અભ્યાસ સાથે દિવસ દરમિયાન ખેતીના કામમાં પણ મદદ કરવાની હોય છે અને રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે સ્કૂલમાંથી આપેલ હોમવર્ક કરે છે.


આ તસ્વીર જાણે કહે છે કે,

"અમને નાખો જિંદગીની આગમાં,

આગને પણ ફેરવીશું બાગમાં.”


આપણે પણ દઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.

Post a Comment

0 Comments