Online Light Bill View | ઓનલાઈન લાઈટબીલ | લાઈટબીલની ગણતરી કેવી રીતે થાય છે ?

નમસ્કાર મિત્રો 

            આ આર્ટિકલમાં ઓનલાઈન લાઈટબીલ ચેક કરવાની માહિતી આપવામાં આવી છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (Ugvcl Bill Online), મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (Mgvcl Bill Online), દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (Dgvcl Bill Online) અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (Pgvcl Bill Online) દ્વારા ગ્રાહકોની સરળતા માટે ઓનલાઈન લાઈટબિલ જોવાની સુવિધા આપવામાં આવી છે.

નીચે આપેલા Ugvcl, Mgvcl, Dgvcl અને Pgvcl ના બટન પર ક્લિક કરીને તમે તમારું ઓનલાઈન બિલ જોઈ શકો છો

Ugvcl Bill Online

Mgvcl Bill Online

Dgvcl Bill Online

Pgvcl Bill Online


લાઈટબીલની ગણતરી કેવી રીતે થાય છે ?

યુનિટની ગણતરી કરવા માટે સૌપ્રથમ તમારા મીટરમાં KWH ની સાથે જે આંકડા બતાવે છે, તે કુલ યુનિટ વપરાશ બતાવે છે તેમાંથી પાછલા બિલના યુનિટ બાદ કરવાથી હાલના વપરાશ યુનિટ મળે છે નીચે ફોટો આપેલ છે તેમાં તમે હાલના યુનિટ અને પાછળના યુનિટ જોઈ શકો છો હાલના યુનિટમાંથી પાછળના યુનિટ બાદ કરવાથી તમને જે પુનિટ મળે આ  પ્રમાણે ગણતરી થાય છે.

યુનિટની ગણતરી અલગ-અલગ 4 પ્રકારના ચાર્જ દ્વારા કરવામાં આવે છે જેમાં (૧) ફિક્સ ચાર્જ (૨) એનર્જી ચાર્જ (૩) ફ્યુઅલ ચાર્જ અને (૪) વિધુત શુલ્કનો સમાવેશ કરવામાં આવે છે.

(૧) ફિક્સ ચાર્જ : ફિક્સ ચાર્જ બિલમાં છાપેલ જ હોય છે આ ચાર્જ આપણું કનેક્શન કેટલા કિલો વોલ્ટનું છે તેના પર આધાર રાખે છે.

(૨) એનર્જી ચાર્જ : એનર્જી ચાર્જ ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ પુનિટ વપરાશ થાય તો ૨.૬૫ રૂપિયા પછીના ૫૦ યુનિટ વપરાશ થાય તો ૩.૧૦ રૂપિયા અને પછીના ૧૫૦ યુનિટ માટે ૩.૭૫ રૂપિયા એનર્જી ચાર્જ લેવામાં આવે છે. ૩૦ યુનિટ માટે ૧.૫૦ રૂપિયા લેખે એનર્જી ચાર્જ વસુલ કરવામાં આવે છે.

(૩) ફ્યુઅલ ચાર્જ : ફ્યુઅલ ચાર્જનો રેટ સમય પ્રમાણે બદલતો રહે છે આપણા બિલમાં આ ચાર્જ આપેલ હોય છે.

(૪) વિદ્યુત શુલ્ક : વિદ્યુત શુલ્ક એ ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફ્યુઅલ ચાર્જના ટોટલ પર અમુક ટકા લાગે છે કેટલા ટકા ચાર્જ લાગશે તે બિલમાં આપેલું હોય છે.

હવે આ ચારેય ચાર્જનો ટોટલ થશે એટલે આપણા બીલની ભરવાપાત્ર રકમ મળશે. મળેલ રકમમાં આગળના બાકી કે જમા રકમ ઉમેરાય કે બાદ થઈ આવશે

માહિતી ઉપયોગી લાગી હોય તો તમારો પ્રતિસાદ કોમેંટ દ્વારા આપવો.

આભાર

લિ. ચૌહાણ મહેશ

Post a Comment

0 Comments