જાણવા જેવું
પ્રકાશ પેદા કરતાં આગિયા જીવડા
🐞સજીવ સૃષ્ટિમાં ખોરાક અને રક્ષણ મેળવવા જાત જાતની તરકીબ હોય છે. નાના અને નિર્બળ જંતુઓમાં પણ અજાયબીભરી ખૂબ જોવા મળે. આગિયા જીવડા પણ તેમાંના એક છે.
🐞રાત્રિના અંધકારમાં પ્રકાશ વેરતાં નાનકડા બલ્બ ઉડતાં હોય તેવા આગિયા જીવડાં તમે જોયા હશે. આગિયા જીવડાની પૂંછડી પર પ્રકાશ પેદા કરતી ગ્રંથિ હોય છે.
🐞આ ગ્રંથિ દર પાંચ સેકંડે બંધ ચાલુ થઈ ઝબકારા મારે છે. જંતુ જગતમાં ૨૦૦ જાતના આગિયા જોવા મળે છે. સામાન્ય માખી જેવા આ જીવડામાં લ્યુસિફેરિન નામનું દ્વવ્ય પેદા થાય છે. તે પીળા, લાલ કે લીલા રંગનો પ્રકાશ વેરે છે.
વરસાદના પ્રકાર અને માપ
💦દરિયા અને જળાશયોનું પાણી સૂર્યના તાપથી ગરમ થઈ વરાળ બની આકાશ તરફ જાય અને પછી તે વરાળ ઠંડી પડીને વરસાદ સ્વરૃપે વરસે આ જાણીતી વાત છે પરંતુ વિજ્ઞાાનીઓએ વરસાદના લક્ષણ પ્રમાણે પ્રકાર પાડયા છે.
💦સામાન્ય રીતે વરસાદ ત્રણ પ્રકારનો હોય છે તે કન્વેક્શનલ (વાહનિક), રિલીફ (પર્વતીય) અને સાયકલોનિક (ચક્રવાત) કહેવાય છે. કન્વક્શેનલ વરસાદ મોટે ભાગે વિષુવૃત પર થાય છે. અને મૂશળધાર હોય છે. પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોમાં પર્વતીય કે રિલીફ રેઈન વરસે છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું હિમાલય પર્વતને કારણે સર્જાય છે તે પવર્તીય વર્ષા છે.
💦સમગ્ર મધ્યએશિયા હિમાલયની વૃષ્ટિ છાયાનો પ્રદેશ કહેવાય છે. વિશ્વના ઠંડા પ્રદેશોમાં ચક્રવાત વરસાદ થાય છે. તેમાં ચક્રવાત અને આંધીના તોફાન વધુ હોય છે. ચક્રવાત વર્ષા ગરમીના દિવસોમાં વધુ થાય છે અને તેની કોઈ મોસમ હોતી નથી.
💦વરસાદનું માપ ઇંચમાં કે સેન્ટીમીટરમાં લેવાય છે. ભારતમાં ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં વરસાદ માપવાના યંત્ર હતા. વરસાદ માપવાના સાધનને રેઇનગોજ કહે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ગણાય તેવું સાધન ૨૦ સેન્ટીમીટર વ્યાસના ૫૦ સેન્ટીમીટર ઊંચા નળાકારમાં બે સેન્ટીમીટરના વ્યાસવાળી ભૂંગળીની ગળણી મૂકીને બનાવાય છે. સિલિન્ડર ઉપર ૦.૫ મી.મી.ના આંક હોય છે.
ભારતનું અતિપ્રાચીન સૌંદર્ય સ્થાન
🕌 હમ્પી 🕌
🚩ભારતના અતિપ્રાચીન સ્થળોમાં નામ હમ્પીનું નામ મોખરે છે. ૧૩મી સદીના વિજયનગર શહેરના ખંડેરો વચ્ચે આવેલું હમ્પી. કર્ણાટકમાં આવેલું છે. હમ્પી વર્લ્ડ હેરીટેઝ સાઈટ છે અને કુદરતી સૌદર્યથી ભરપૂર છે.
🚩રામાયણમાં જેનો ઉલ્લેખ છે તે કિષ્કિન્ધા નગરી સાથે સંકળાયેલું આ સ્થળ ઇસુની પ્રથમ સદીનું છે. તુંગભદ્રા નદીને કિનારે આવેલા આ ગામની ફરતે ટેકરીઓની હારમાળા છે.
🚩હમ્પીમાં અનેક મંદિરો છે જેમાં વિઠ્ઠલ મંદિરના સંગીત રેલાવતા સ્તંભ જાણીતા છે. હમ્પીના બજારમાં આવેલું પુરાતન મંદિર જાણીતું છે તેનું ૨૬૦ ફૂટ ઊંચુ પ્રવેશદ્વાર પણ જોવા લાયક છે.
પૃથ્વી વિશે આટલું યાદ રાખો
🌍- પૃથ્વીનો ઇકવેટોરિયલ ડાયામીટર (ભૂમધ્યરેખા વ્યાસ) ૧૨૭૫૭ કિ.મી. અને પોલાર ડાયામીટર (ધ્રુવીય વ્યાસ) ૧૨૭૧૪ કિ.મી. છે.
🌍- પૃથ્વીનો ભૂમધ્યરેખા પરિધ ૪૦૦૭૫ કિલોમીટર છે.
🌍- પૃથ્વી ૧૦૭૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. એક પ્રદક્ષિણા એટલે આપણે એક વર્ષ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકંડમાં પૂરો થાય છે.
🌍- પૃથ્વી તેની ધરી પર પશ્વિમથી પૂર્વ તરફ ચક્રાકાર (ધરીભ્રમણ) ફરે છે. તે ૧૬૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફરે છે. અને એક (ચક્ર આપણે એક દિવસ) પુરું કરતાં ૨૩ કલાક ૫૬ મિનિટ અને ચાર સેકંડ લાગે છે.
🌍- પૃથ્વીના ધરીભ્રમણથી દિવસ રાત અને સૂર્ય પ્રદક્ષિણાથી ઋતુઓ સર્જાય છે.
🌍- પૃથ્વીનો પ્રદક્ષિણા પથ લંબગોળ છે. તેથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બદલાય છે. ત્રીજી જાન્યુઆરીએ આ આંતર સૌથી ઓછું અને ચોથી જૂલાઈએ આ અંતર સૌથી વધુ હોય છે.
🌍- ૨૧મી જૂને પૃથ્વીના કર્ક રેખા પર સૂર્યના કિરણો ૯૦ અંશતાપૂર્ણ પડે છે. તેથી ઉત્તરગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ બને છે. તેને સમર સોલ્ટિસ કહે છે.
🌍- ૨૨ ડિસેમ્બરે મકરરેખા પર સૂર્યના કિરણો સીધા પડે છે. ત્યારે દક્ષિણગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. તેને વિન્ટર સોલ્ટિસ કહે છે.
🌍- ૨૧મી માર્ચ અને ૨૩ ડિસેમ્બરે વિષુવવૃત પર સૂર્યના સીધા કિરણો પડે છે. આ બંને દિવસે દિવસ અને રાત એક સમાન ૧૨-૧૨ કલાકના હોય છે.
🌍- પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટિક ફિલ્ડ) સૌથી બળવાન છે. તેના પેટાળમાં નિકલ અને લોખંડનો જથ્થો વધુ હોવાથી આ લાક્ષણિકતા મળી છે. અને તેને કારણે પૃથ્વી સોલાર વાઈન્ડ (સૌરપવન) સામે રક્ષણ મેળવી શકે છે.
🌍- પૃથ્વી એક માત્ર ગ્રહ એવો છે કે જેના પર પાણી અને સજીવ સૃષ્ટિ છે.
કૃત્રિમ વરસાદ કેવી રીતે પડે છે ?
💧દરિયા અને જળાશયોના પાણીની વરાળ આકાશમાં જાય, વાદળો બંધાય અને તે ઠંડા પડે ત્યારે વરસાદ આવે આ વાત જાણો છો. પવનને કારણે આકાશમાં ઘૂમતા વાદળો ક્યાં અને કેટલા વરસે તે આપણા હાથની વાત નથી. તેની આગાહી થઈ શકે પણ વરસાવી શકાય નહીં. વરસાદની અછત હોય ત્યારે વિજ્ઞાાનીઓએ કૃત્રિમ વરસાદ વરસાવવાની રીત શોધી છે. ક્યારેક કૃત્રિમ વરસાદ વરસાવ્યાના સમાચાર તમે વાંચ્યા હશે.
💧કૃત્રિમ વરસાદ લાવવા માટે આકાશમાં વાદળ હોવા જરૃરી છે. તેને ઠારીને વરસાવી શકાય છે. વિજ્ઞાાનીઓએ વિમાન કે હેલિકોપ્ટર દ્વારા વાદળોમાં કેટલાંક રસાયણો છાંટીને ઠંડા પાડી વરસાદ લાવવાની પધ્ધતિ શોધી છે. તેને ' કલાઉડ સીડિંગ' કહે છે. કલાઉડ સીડિંગ કરવા માટે વાદળમાં સીલ્વર આયોડાઈડ છાંટવામાં આવે છે. આ પદાર્થ છીણેલા બરફ જેવો ભૂકા સ્વરૃપે હોય છે.
💧કૃત્રિમ વરસાદ વરસાવવા માટે મધ્યમ ઊંચાઈએ આવેલા ઘટ્ટ વાદળોને પસંદ કરાય છે. સિલ્વર આયોડાઈડ વિમાન દ્વારા છાંટવામાં આવે છે અથવા તો જમીન પરથી રોકેટમાં ભરી વાદળો તરફ છોડવામાં આવે છે. જો કે આ પધ્ધતિથી હંમેશા સફળતા મળતી નથી અને વરસાદનું પ્રમાણ પણ પૂરતું હોતું નથી.
આ વાત જાણો છો ?
🕷- અંગ્રેજીમાં પખવાડિયાને ' ફોર્ટનાઈટ' કહે છે તે ૧૪ રાત્રિનો સમયગાળો છે. ૧૫ દિવસનો નહીં.
🕷- જહાજની નીચે દરિયાની ઊંડાઈ માપવા માટે બેથોમીટર વપરાય છે.
🕷- બ્લડ પ્રેશર માપવાના સાધનને 'સ્ફીગ્મોમેનોમીટર' કહે છે.
🕷- સામાન્ય વીજળીનો ચમકારો ચાર ઇંચ પહોળો અને લગભગ ત્રણ કિલોમીટર લાંબો હોય છે.
🕷- ભૂકંપની તીવ્રતામાં રિક્ટર સ્કેલના પ્રત્યેક આંક ૩૨ ગણી શક્તિનો ગણાય છે. ૫ ની તીવ્રતાના ભૂકંપ કરતાં છની તીવ્રતાનો ભૂકંપ ૩૨ ગણો શક્તિશાળી હોય છે.
🕷- પૃથ્વી પર આદિકાળમાં વસનારા પ્રાણીઓ પૈકી ૯૯.૯૯ ટકા પ્રાણી માનવીની ઉત્પત્તિ પહેલાં જ નાશ પામેલા.
🕷- ૧૦ ઇંચ બરફવર્ષાનું પ્રમાણ એક ઇંચ પાણીની વર્ષા જેટલું થાય.
આફ્રિકન સફારીનું આકર્ષણ
🦓 ઝિબ્રા 🦓
🦓કેન્યા, ઇથોપિયા, સોમાલિયા સહિત આફ્રિકન દેશોના ઘાસીયા મેદાનોમાં જોવા મળતા ઝિબ્રા તેના શરીર પર એક સરખી કાળી પટ્ટીની પેટર્ન ધરાવનારા પ્રાણી છે. કહેવાય છે કે ઝિબ્રાના સફેદ શરીર પર કાળા પટ્ટા છે કે કાળા શરીર પર સફેદ પટ્ટા તે રહસ્ય ઉકલ્યું નથી.
🦓દેખાવમાં ખચ્ચર જેવા લાગતા ઝિબ્રાના શરીર પર કાળજીપૂર્વક પેટર્ન કરી હોય તેવા ઊભા કાળા અને સફેદ પટ્ટા તેને ઘાસીયા મેદાનોમાં સંતાઈ જવાની સરળતા ઊભી કરે છે. દરેક ઝિબ્રાની પટ્ટાની પેટર્ન અલગ અલગ હોય છે. આપણને બધા ઝિબ્રા એક સરખા દેખાય. તેના બચ્ચાં પણ માતાને તરત જ ઓળખી શક્તાં નથી.
🦓ઝિબ્રાનું બચ્ચું જન્મ પછી માત્ર પાંચથી દસ મિનિટમાં જ ઊભું થઈ જાય છે અને એક કલાકમાં તે દોડવા લાગે છે. ઝિબ્રા ઘાસ ખાનારૃં પ્રાણી છે. જંગલી હિંસક પ્રાણીઓ તેનો શિકાર કરે છે એટલે દોડવું તેના માટે જરૃરી છે. ઘાસના મેદાનોમાં ઝિબ્રા ટોળામાં રહે છે. દરેક ટોળું પોતાના નક્કી કરેલા વિસ્તારમાં જ રહે છે. ઝિબ્રા પાણી વિના લાંબો સમય ચલાવી લે છે. આફ્રિકાના જંગલોમાં ઝિબ્રાની વસતિ ઓછી થતી જાય છે.
સોર્સ :- ગુજરાત સમાચાર { ઝગમગ }
0 Comments